Mahatma Gandhi Quotes in Gujarati | મહાત્મા ગાંધી ના સુવિચાર

Mahatma Gandhi Quotes in Gujarati:  મોહનદાસ કરમચંદ ગાંધી (ઓક્ટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) , મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળ એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો.

તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો. આખરે તેમણે સફળતા મેળવી અને એ સાબિત કરી બતાવ્યું.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા. તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે.

તેમણે બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી.

તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે.

અહી અમે આપની સાથે ગાંધીજી એ તેમના અનુભવો ના આધારે જે સુવાક્યો/સુવિચારો કહ્યા છે તેને શેર કર્યા છે

  •  હું કોઈ કામ પ્રાર્થના વગર કરતો જ નથી. જેમ શરીર ને ભોજન અનિવાર્ય છે તેમ આત્મા ને માટે પ્રાર્થના અનિવાર્ય છે.

- મહાત્મા ગાંધી


  • આત્મા ના અવાજ પ્રમાણે જીવન જીવવાથી કિર્તિ પ્રાપ્ત થાય છે.  - મહાત્મા ગાંધી

  • જેમના માં નમ્રતા નથી તેઓ વિદ્યા નો સદુપયોગ નથી કરી શકતા.   - મહાત્મા ગાંધી

  • સત્ય જ છે એ સિવાય બીજું કાય જ આ જગતમાં નથી એવો મારો વિશ્વાસ દિનપ્રતિદિન વધતો જાય છે. 

    - મહાત્મા ગાંધી
  • જેની હું ૩૦ વર્ષ થયા ઝંખના કરી રહ્યો છું તે તો આત્મદર્શન છે તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે મોક્ષ છે  - મહાત્મા ગાંધી

  • સત્યનો પૂજારી છો રજકણ શોધતા તેની કચડી શકે એવું અલ્પ ન બને ત્યાં સુધી સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે  

    - મહાત્મા ગાંધી

  • હું પત્રકારો અને ફોટોગ્રાફરો સિવાય દરેકની સમાનતામાં વિશ્વાસ કરું છું

    . 

    - મહાત્મા ગાંધી


  • તમે જગત માં ભલાઈ ના કરી શકો તો કાઇ નહીં પરંતુ બુરાઈ તો ફેલાવશો નહીં.  - મહાત્મા ગાંધી
                                                    
અહી અમે આપની સાથે ગાંધીજી ના જીવન ના મહત્વપૂર્ણ સુવિચારો ગુજરાતી માં (Mahatma Gandhi Quotes in Gujarati) શેર કર્યા છે. જો આપને અહી આપેલ સુવિચારો પસંદ આવ્યા હોય તો આપ અહીથી 👇 સુવિચારો ને share કરી શકશો.

– મિત્રો અમને ફોલો કરવાનું ભુલશો નહી. મુલાકાત બદલ આભાર.


Post a Comment

Previous Post Next Post